ખેલ-જગત
News of Monday, 8th March 2021

મારી જીંદગીની કરૂણમય અને મજબુત મહિલાને મહિલા દિવસની શુભકામનાઃ વિરાટ કોહલીએ અનુષ્‍કાને લાગણીસભર સંદેશ લખ્‍યો

અમદાવાદઃ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કહલી થોડા દિવસ પહેલા જ માતા -પિતા બન્યા છે. અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીએ થોડા દીવસ પહેલાં BOBYGIRLનો ફોટો પોસ્ટ કર્યો હતો સાથે જ BOBYનું નામ જણાવ્યું હતું. હવે ફરી એક વાર વિરાટ કોહલીએ BOBYGIRLની મમ્મા અનુષ્કાની સાથે ફોટો પોસ્ટ કર્યો છે.

વિરાટે ફોટો કર્યો પોસ્ટ

વિરાટ કોહલીએ એક મોટી પોસ્ટ લખી છે જેમાં દીકરી વમિકા અને અનુષ્કા શર્માનો ફોટો પોસ્ટ કર્યો છે.વિરાટ કોહલીએ જે ફોટો શેર કર્યો છે એમાં બેબી ગર્લને ખોળામાં છે. બેબી ગર્લનો ચેહરો આ ફોટોમાં પણ જોવામાં આવી રહ્યો નથી. વિરાટ કોહલીએ આ પોસ્ટ મહિલા દિવસના અવસ પર કરી છે.

પપ્પા વિરાટે કહીં આ વાતો

વમિકા 11 માર્ચે બે મહીનાની થઈ જશે. વિરાટ કહોલીએ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે,'બાળકનો જન્મ જોવો તે કરોડરજ્જુ હલાવી દે તેવું કામ છે. આ એક વ્યક્તિ માટે અવિશ્વસનીય અને આશ્ચર્યજમનક અનુભવ હોઈ શકે છે.આ વસ્તુને જોયા પછી તમે મહિલાઓની રીયલ તાકાત અને દિવ્યતાને સમજી શકો છો કે ભગવાને તેમની અંદર જીવન કેમ બનાવ્યો? સ્ત્રી પુરૂષની તુલનામાં ગણી વધુ મજબૂત છે. મારી જીંદગીની કરૂણમય અને મજબૂત મહિલાને મહિલા દિવસની શુભકામના. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અનુષ્કાએ પણ BOBYGIRL સાથે ફોટો શેર કર્યો હતો.આ ફોટોમાં વિરાટ કોહલી અનુષ્કા અને BOBYGIRL જોવા મળ્યા હતા. વિરાટ અને અનુષ્કા BOBYGIRLના જન્મ પછી ખૂબ ખુશ છે. બન્ને અલગ અલગ અવસર પર તેમની ખુશીને પ્રગટ પણ કરે છે. આ જોઈને એવું લાગે છે કે બન્ને પોતાનું વાલીપણું એન્જોય કરી રહ્યા છે.

(5:30 pm IST)