ખેલ-જગત
News of Monday, 8th March 2021

મિતાલી હવે માત્ર સચીનથી પાછળઃ કાલે બીજો વન-ડે

  સાઉથ આફ્રિકા વિમેન્સ ટીમ સામે વન-ડે મેચ રમી કેપ્ટન મિતાલી રાજે સચિન તેન્ડુલકરના એક રેકાર્ડની બરાબરી કરી હતી.

મિતાલી છેલ્લા ચાર દસકાથી ઈન્ટનેશનલ ક્રિકેટમાં રમી રહી છે અને તેણે વન-ડે કરીઅરનાં ર૧ વર્ષ અને ર૫૪ દિવસ પૂરા કરી શ્રીલંકાના સનથ જયસૂર્યા (ર૧ વર્ષે ૧૮૪ દિવસ)તે પાછળ મૂકી દીધો છે. રર વર્ષ ૯૧ દિવસની લાંબી વન-ડે કરીઅર સાથે તેન્ડુલકર આ યાદીમાં નંબર-વન પર છે અને પુરૂષો સાથે મહિલા ક્રિકેટરોની વન-ડે કરીઅરને ધ્યાનમાં લઈએ તો મિતાલી હવે માત્ર સચિનથી પાછળ છે.

(4:07 pm IST)