ખેલ-જગત
News of Friday, 8th March 2019

સાનિયા મિર્જાની બહેન અનમ મિર્જા આ પૂર્વ ભારતીય ક્રિકેટરના પુત્ર સાથે કરશે બીજા લગ્ન

નવી દિલ્હી: ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાની બહેન અનમ મિર્જા અત્યારે તેની લવ લાઈફના લીધે ચર્ચામાં છે. અનમ મિર્જાના પહેલા લગ્ન થઇ ગયા હતા જે માત્ર બે વર્ષ ટકી શક્ય અને તેને પતિથી તલાક લઇ લીધો હતો હવે અનમ ને ભારતીય ક્રિકેટના પૂર્વ ખેલાડી મોહમ્મ્દ  અઝરૂદ્દીન ના પુત્ર અસદ સાથે પ્રેમ થઇ ગયો છે અને બન્ને લવ બર્ડ તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર શ્યેર કરતા હોય છે જેમાં પરથી એવો અંદાજો આવે છે કે ટૂંક સમયમાં લવ બર્ડ લગ્ન કરી લેવાના છે અસદ પણ હૈદરાબાદનો છે અને અત્યારે તે પણ ગોવાની ટીમ માંથી રણજી ટ્રોફી રમે છે જયારે અનમ એક જાણીતી ફેશન ડિઝાઈનર છે 

(5:06 pm IST)