ખેલ-જગત
News of Friday, 8th February 2019

બીજો ટી-૨૦ : ન્યુઝીલેન્ડ ૧૫૮/૮, ભારત - ૧૬૨/૩ સિરીઝ સરભર

મહિલા ક્રિકેટરો હાર્યા પણ પુરૂષો જીત્યા

કૃણાલ પંડ્યાને ૩ વિકેટ, રોહિતની ફિફટી : રવિવારે અંતિમ મુકાબલો

ઓકલેન્ડ, તા.૮ : ભારતે બીજા ટી-૨૦ મેચમાં ન્યુઝીલેન્ડને ૭ વિકેટે પછાડી ત્રણ મેચોની સીરીઝ ૧-૧થી સરભર કરી છે. ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ત્રણ વિકેટના ભોગે ૧૯મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્માએ ફીફટી ફટકારી હતી.

૧૫૯ રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ભારતીય બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ ૨૯ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ફીફટી ફટકારી હતી. શિખર ધવન ૩૦, વિજય શંકરે ૧૪ રન બનાવી આઉટ થયા હતા. ધોની (૧૯ રન) અને ઋષભ પંતે ૨૮ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૦ રને નોટઆઉટ રહ્યા હતા.

ન્યુઝીલેન્ડે ટોસ જીતી દાવ લેતા ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૫૮ રન બનાવ્યા હતા. કોલીન ડી ગ્રાન્ડહોમે માત્ર ૨૮ બોલમાં ૧ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૫૦ રન કર્યા હતા. રોસ ટેલરે ૩૬ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૪૨ રન બનાવી રનઆઉટ થયો હતો. બાકીના બેટસમેનો મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહયા હતા.

ભારતીય બોલરો ભુવી ૧, ખલીલ અહેમદ ૨, હાર્દિક ૧ અને કૃણાલ પંડયાએ ૩ વિકેટ લીધી હતી.(૩૭.૧૯)

(3:44 pm IST)