ખેલ-જગત
News of Saturday, 8th January 2022

ઇંગ્લેન્ડે તાબડતોડ વિકેટકિપર સેમ બિલિંગ્સને ઓસ્ટ્રેલીયા બોલાવ્યો

બટલર અને બેરસ્ટો ઇન્જર્ડ થતાં

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ શ્રેણીની છેલ્લી ટેસ્ટ માટે વિકેટ કીપર બેટ્સમેન સેમ બિલિંગ્સને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હોબાર્ટમાં પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે વિકેટકીપર જોસ બટલર અને જોની બેરસ્ટોના કવર તરીકે બિલિંગ્સને ટીમ સાથે જોડવામાં આવ્યા છે. ચોથી ટેસ્ટના બીજા દિવસે બટલરને તેના ડાબા હાથમાં ઈજા થઈ હતી જ્યારે બેયરસ્ટોને પણ ઇજા થઇ છે. પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે ત્યાં સુધી તે આઈસોલેશનમાં રહેશે અને ત્યાર બાદ જ તે ટીમમાં જોડાશે. બિલિંગ્સે હજુ સુધી ટેસ્ટમાં પદાર્પણ કર્યું નથી.

(2:56 pm IST)