ખેલ-જગત
News of Wednesday, 8th January 2020

યુવેન્ટ્સ માટે રોનાલ્ડોએ મારી પહેલી હેટ-ટ્રીક

રોમ : ફૂટબોલ સ્ટાર પ્લેયર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ ૨૦૨૦ની ધમાકેદાર શરૂઆત કરી છે. યુવેન્ટ્સ માટે રમતા તેણે યુવેન્ટ્સ માટે પહેલી હેટ-ટ્રીક ફટકારી છે. તેના કરીઅરમાં આ ૫૬મી હેટટ્રીક છે. રોનાલ્ડોની જબરદસ્ત ગેમને લીધે કાગ્લીઅરી પર યુવેન્ટ્સએ ૪-૦થી વિજય મેળવ્યો હતો. લીગ ટેબલ મુજબ યુવેન્ટસ ૧૮ મેચમાં ૪૮ પોઈન્ટ્સ સાથે બીજાસ્થાને છે, જયારે ઈન્ટર મિલાન પહેલા સ્થાને છે. કાગ્લીઅરી ૨૯ પોઈન્ટ્સ સાથે છઠ્ઠા ક્રમે છે.

(1:08 pm IST)