ખેલ-જગત
News of Wednesday, 8th January 2020

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ રાષ્ટ્ર માટે અગત્યની છેઃ કિરેન રીજીજ

નવી દિલ્હી : દેશના ખેલપ્રધાન કિરેન રિજીજુએ કહ્યું હતું કે સરકારે શરૂ કરેલી પહેલ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ રાષ્ટ્ર માટે અગત્યની છે. આ ગેમ્સનું ત્રીજું એડિશન ૧૦ જાન્યુઆરીથી ગુવાહાટીમાં શરૂ થવાનું છે. આ વિશે વાત કરતાં રીજીજુએ કહ્યુ હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ માત્ર એક ઈવેન્ટ નથી, પણ એક પહેલ છે જેના દ્વારા યુવાઓમાં ખેલ અને ફિટનેસ પ્રમોટ કરવામાં આવશે. આ ઉપરાંત યુવાઓ સ્પોટ્ર્સને કરીઅર તરીકે પસંદ કરે અને ઈન્ડિયાને સ્પોટ્ર્સમાં સુપરપાવર બનાવે એવી આશા રાખીએ છીએ. મને આશા છે કે સરકારના પગલાથી દેશનો યુવાવર્ગ સ્પોટ્ર્સ તરફ ખેચાઈ આવશે.

(1:07 pm IST)