ખેલ-જગત
News of Wednesday, 8th January 2020

રણજીના મેચોમાં ૪ દિ'માં પરીણામો આવે છે તો ટેસ્ટ ક્રિકેટમાં કેમ નહિં?: ઈરફાન

નવી દિલ્હી : ક્રિકેટ જગતમાં ટેસ્ટ મેચને પાંચ દિવસથી ઘટાડીને ચાર દિવસનો કરવાનો વિષય ચર્ચાઈ રહ્યો છે. સચિન તેન્ડુલકર, ગૌતમ ગંભીર અને રીકી પોન્ટીંગ જેવા દિગ્ગજ પ્લેયરો આ વિચારને નકામો અને બકવાસ કહી ચૂકયા છે ત્યાં ઈરફાન પઠાણે ટેસ્ટ મેચને ચાર દિવસની કરવાના વિચારને ટેકો આપ્યો છે. આ વિશે પઠાણે કહ્યું કે મેં પહેલા કહ્યું હતું એ પ્રમાણે ચાર દિવસની ટેસ્ટ મેચ વધારે રમાડવી જોઈએ. આવનારા કેટલાક વર્ષોમાં આ જ ટેસ્ટનું ભવિષ્ય હશે. અમે રણજીમાં ચાર દિવસની મેચ રમીએ છીએ અને તેના પરિણામ પણ આવે છે તો પછી ટેસ્ટ જગતમાં કેમ નહિં? જો ટેસ્ટ મેચને ચાર દિવસની કરવામાં આવે તો મેચના પરિણામ પણ આવતા હશે.

(1:06 pm IST)