ખેલ-જગત
News of Saturday, 7th December 2019

કેન્દ્રીય રમત-ગમત મંત્રીએ ખો-ખો ટીમને કરી સન્માનિત

નવી દિલ્હી:  કેન્દ્રીય રમત પ્રધાન કિરેન રિજિજુએ નેપાળમાં આયોજિત 13 મી દક્ષિણ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પુરુષો અને મહિલા ખો-ખો ટીમોનું સન્માન કર્યું છે. ખો-ખો ટીમોનું ગુરુવારે ઘરે પરત આવતાં એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે બંને ટીમો રમત ગમત પ્રધાનને તેમના નિવાસ સ્થાને મળી હતી. રિજિજુએ બંને ટીમોને અભિનંદન આપતાં કહ્યું હતું કે ખો-ખો ખેલાડીઓ હંમેશા તેમનો ટેકો મેળવશે.ભારતીય પુરૂષો અને મહિલા ટીમોએ પોતાની શ્રેષ્ઠતા જાળવતાં આ રમતોમાં બંને વર્ગના ગોલ્ડ મેડલ જીત્યા હતા. ૨૦૧6ની સુવર્ણ વિજેતા પુરૂષોની ટીમે બાંગ્લાદેશને સતત બીજી વખત હરાવીને ટાઇટલ જીત્યું હતું, જ્યારે દિલ્હીની નસરીનની અધ્યક્ષતાવાળી મહિલા ટીમે યજમાન નેપાળને હરાવીને સફળતાથી પોતાના ખિતાબનો બચાવ કર્યો હતો.ભારતીય પુરુષ ટીમે બાંગ્લાદેશને 16-9 ના સ્કોરથી હરાવ્યું જ્યારે મહિલા ટીમે 17-5ના સ્કોરથી મેચ જીતી લીધી.

(5:25 pm IST)