ખેલ-જગત
News of Friday, 7th December 2018

પાકના યાસિર શાહ એ ઝડપી ર૦૦ વિકેટઃ ૮ર વર્ષનો જુનો રેકોર્ડ તોડયો

પાકિસ્તાની લેગ સ્પીનર યાશિર શાહ એ ન્યુઝીલેન્ડ સામે ત્રીજા ટેસ્ટમા સૌથી તેજ ર૦૦ વિકેટ ઝડપવાવાળો બોલર બન્યો. અને તેમણે ૮ર વર્ષ જુનો રેકોર્ડ તોડયો.  એણે પોતાના ૩૩ મા ટેસ્ટમાં વિલિયમ સમરવિલેની વિકેટ લઇ આ સિધ્ધી હાંસલ કરી. આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલીયાના કલેરી ગ્રિમેટએ પોતાના ૩૬ મા ટેસ્ટમાં ફેબ્રુઆરી ૧૯૩૬ મા બનાવેલ.

 

(12:19 am IST)