ખેલ-જગત
News of Friday, 7th December 2018

રણજી ટ્રોફીમાં ગુજરાતે ઘર આંગણે મેળવી જીત

નવી દિલ્હી:પિષુય ચાવલાએ આઠમા ક્રમે બેટીંગમાં ઉતરીને નોટઆઉટ ૧૦૯ રન ફટકારતાં ગુજરાતે ઘરઆંગણે વલસાડમાં શરૃ થયેલી રેલવે સામેની રણજી ટ્રોફી મેચમાં આઠ વિકેટે ૩૪૦ રન કર્યા હતા. કેપ્ટન પ્રિયાંક પંચાલે ૬૯ રન ફટકાર્યા હતા. જ્યારે મીડલ-લો ઓર્ડરમાં ચાવલાનો સાથ આપતાં રૃષ કલારિયાએ ૪૬ રનની લડાયક ઈનિંગ રમી હતી. ચિંતન ગજાએ પણ ૩૮ રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ. ચાવલાની સાથે અરઝાન નગવાસવાલા ૧૧ રને નોટઆઉટ રહ્યો હતો. રેલવે તરફથી ૩૦ વર્ષના મીડિયમ પેસર અમીત મિશ્રાએ ચાર વિકેટ ઝડપી હતી. ગુજરાતનો ટોપ ઓર્ડર સારો દેખાવ કરી શક્યો નહતો અને યજમાન ટીમની પાંચમી વિકેટ પડી ત્યારે સ્કોર માત્ર ૧૨૫ રન હતો.વલસાડમાં ટોસ જીતીને રેલવેએ ગુજરાતને બેટીંગમાં ઉતાર્યું હતુ. યજમાનોની ત્રણ વિકેટ માત્ર ૨૭ રનના સ્કોર પર પડી ગઈ હતી. કેપ્ટન પ્રિયાંકે ૯૮ બોલમાં ૭ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૬૯ રન ફટકાર્યા હતા. તેને ઋજુલનો સાથ મળ્યો હતો, જેણે ૨૫ રન નોંધાવ્યા હતા. જોકે આ બંને બેટ્સમેનો આઉટ થયા ત્યારે સ્કોર ૧૨૫/૫ થયો હતો. ધુ્રવ રાવલ ૩૧ રને આઉટ થયો હતો. આ પછી રૃષ કલારિયા અને પિષુય ચાવલાએ સાતમી વિકેટમાં ૬૭ રનની ભાગીદારી કરી હતી. રૃષ ૫૭ બોલમાં ૮ ચોગ્ગા સાથે ૪૬ રન કરીને આઉટ થયો હતો. ચાવલાએ શાનદાર બેટીંગ કરતાં ૧૩૭ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે નોટઆઉટ ૧૦૯ રન કર્યા હતા. તેનો સાથ આપતા ચિંતન ગજાએ ૮૭ બોલમાં ૭ ચોગ્ગા સાથે ૩૮ રન કર્યા હતા. ચાવલા અને ગજાની જોડીએ આઠમી વિકેટમાં ૯૯ રન જોડયા હતા. જે પછી ચાવલા અને અરઝાને નોટઆઉટ ૩૨ રનની ભાગીદારી કરી હતી.

 

(4:59 pm IST)