ખેલ-જગત
News of Friday, 7th December 2018

મેસીનો ફેન થયો બેઘર

અફઘાનિસ્તાનના ફૂટબોલપ્રેમી બાળકે કહ્યું, મને અહિંથી લઈ જાઓ

આજર્િેન્ટનાના લિયોનેલ મેસીની પ્લાસ્ટિકની જર્સી પહેરીને ફુટબોલ રમનાર બાળક મુર્તઝા અહમદી ૨૦૧૬માં એક ફોટોને કારણે ઘણો જાણીતો થયો હતો, પરંતુ હવે આ નાનકડો પ્રશંસક બેઘર થઈ ગયો છે. અફઘાનિસ્તાનના ગાઝી વિસ્તારના જાઘોરી જિલ્લામાં રહેનાર મુર્તઝાના વિસ્તારમાં તાલિબાનોએ હુમલો કર્યો હતો જેને કારણે મોટા ભાગના લોકોએ ત્યાંથી રાતોરાત હિજરત કરવી પડી હતી. મેસીની જર્સી પણ તે પોતાની સાથે લઈ જઈ શકયો નહોતો. બે વર્ષ પહેલાં મુર્તઝાના મોટા ભાઈએ પ્લાસ્ટિકની એક થેલી વડે મેસીની જર્સી બનાવી હતી. એને જોઈને ખુદ મેસીએ પણ એક જર્સી આ બાળકને ભેટ આપી હતી. તાજેતરમાં જ મુર્તઝાએ એક સંદેશમાં મેસીને કહ્યું હતું કે શ્નમને અહીંથી લઈ જાઓ. હું અહીં ફુટબોલ નથી રમી શકતો. અહીં માત્ર બંદૂકો અને ધડાકાઓના અવાજો જ આવે છે.

(3:49 pm IST)