ખેલ-જગત
News of Friday, 7th December 2018

હોકી વર્લ્ડ કપમાં ફ્રાન્સે સર્જયો અપસેટ

ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને ૫-૩થી હરાવી પહોંચ્યુ કવોર્ટર ફાઈનલમાં

ભુવનેશ્વરમાં રમાતા મેન્સ હોકી વર્લ્ડકપમાં ગઈકાલે ફ્રાન્સે પુલ-એમાં મોટો અપસેટ સર્જતા ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને ૫-૩થી હરાવીને કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ન્યુઝીલેન્ડ અને સ્પેન વચ્ચેની મેચ ૨-૨થી ડ્રો રહેતા સ્પર્ધામાં સૌથી ઓછા રેન્ક ધરાવતા ફ્રાન્સ માટે કવોલીફાય થવા માટે જીત સિવાય અન્ય કોઈ રસ્તો નહોતો. આર્જેન્ટીના ૬ પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચ પર રહ્યુ હતું તો ૪ પોઈન્ટ સાથે ફ્રાન્સ બીજા નંબરે આવ્યુ હતું. પરિણામે સ્પેન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયુ હતું. ન્યુઝીલેન્ડ પણ કવોર્ટર ફાઈનલમાં પ્રવેશ્યુ છે.

(3:48 pm IST)