ખેલ-જગત
News of Friday, 7th December 2018

ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લેશે સેરેના અને નડાલ

૨૩ ગ્રેન્ડ સ્લેમ જીતનાર અમેરિકાની ટેનિસ - ખેલાડી સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વાપસી કરશે તો ઈજાનો સામનો કરી રહેલા રાફેલ નડાલ અને એન્ડી મરે માટે પણ આ વર્ષનું પહેલું ગ્રેન્ડ સ્લેમ હશે. સેરેનાએ બાળકને જન્મ આપ્યા બાદ વાપસી કરતાં વિમ્બલ્ડન અને યુએસ ઓપન - ૨૦૧૮ની ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતું. પરંતુ બંનેમાં હારી ગઈ હતી. સ્વિટ્ઝરલેન્ડનો રોજર ફેડરર પણ આ ટુર્નામેન્ટમાં પોતાનું ટાઈટલ જાળવી રાખવાનો પ્રયત્ન કરશે.

(3:47 pm IST)