ખેલ-જગત
News of Friday, 7th December 2018

ટીમ ઈન્ડિયાનું કમબેક : કાંગારૂઓ - ૧૯૧/૭

એડીલેડ ટેસ્ટ દિવસ-૨ : ઓસ્ટ્રેલિયા ભારતની પ્રથમ ઈનિંગથી ૫૯ રન પાછળ : અશ્વિન ખિલ્યો ૩ વિકેટ : ઈશાંત અને બુમરાહને ૨-૨ વિકેટો

એડીલેડ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ ૮૮ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૯૧ રન કર્યા છે. ભારતની પ્રથમ ઈનિંગ ૨૫૦ રનમાં સમેટાઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલીયાની ટીમ દાવમાં આવતાની સાથે જ ઈશાંત શર્માએ ખાતુ ખોલાવ્યા વગર ઓપનર ફીન્ચને બોલ્ડ કરી પેવેલીયનનો રસ્તો બતાવી દીધો હતો. બાદ હેરીસ ૨૬, ખ્યાજા ૨૮ અને હેન્ડસીકોમ્બ ૩૪ રને આઉટ થયા હતા.

તો કેપ્ટન પેઈન ૫ અને કમીન્સ ૧૦ રન બનાવી પેવેલીયન ભેગા થઈ ગયા છે. હેડ ૬૧ અને સ્ટાર્ક ૮ રને દાવમાં છે.

ભારતીય બોલરો આર. અશ્વિન -૩, ઈશાંત - ૨ અને બુમરાહે ૨ વિકેટો ઝડપી છે. ટીમ ઈન્ડિયાના ૨૫૦ રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસે રમતના અંતે  ૮૮ ઓવરમાં ૭ વિકેટના ભોગે ૧૯૧ રન બનાવ્યા છે. ભારતની પ્રથમ ઈનિંગથી હજુ ૫૯ રન પાછળ છે.(૩૭.૧૪)

(3:35 pm IST)