ખેલ-જગત
News of Thursday, 7th November 2019

રોહિત રાજકોટમાં મારશે સેન્ચુરી

૧૦૦ ટી-૨૦ રમનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બનશે : કેપ્ટન આજે વિસ્ફોટક બેટીંગ કરે તેવી ક્રિકેટપ્રેમીઓને આશા

રાજકોટ : ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહેલો રોહિત શર્મા આજે એક નવો કીર્તિમાન મેળવવાનો છે. આજે તે બંગલા દેશ સામેની બીજી ટી૨૦ મઙ્ખચ રમીને પોતાની ટી૨૦-કરીઅરની ૧૦૦મી મેચ રમવાનો છે. રોહિત અને મહેન્દ્ર સિંહ ધોની એક સમયે મેચ રમવાની સંખ્યામાં સરખેસરખા હતા, પણ ધોની છેલ્લા કેટલાક સમયથી ટીમમાં સામેલ થઈ રહ્યો ન હોવાથી રોહિત આગળ નીકળી ગયો છે.

પાકિસ્તાનનો શોએબ મલિક અત્યાર સુધી ૧૧૧, જયારે ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે ૧૦૦ પૂરી કર્યા બાદ આ સેન્ચુરિયન કલબમાં સામેલ થનારો રોહિત ત્રીજો પ્લેયર બનશે. અત્યાર સુધી ૯૯ ટી૨૦ રમી ચૂકેલા રોહિતે કુલ ૨૪૫૨ રન પોતાના ખાતામાં ઉમેર્યા છે. રનની સંખ્યામાં પણ તેણે વિરાટ કોહલીને પાછળ મૂકી દીધો છે. આજની મેચમાં રોહિતના બેટથી કેટલા રન નીકળે છે એ જોવાનું રહેશે.

(3:30 pm IST)