ખેલ-જગત
News of Monday, 7th October 2019

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઘાતક બોલિંગ નાખીને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોનોને ધ્રુજાવી દીધાઃ ડેન પિડ્ટ સેનુરાન મુતુસામીની મોટી ભાગીદારીને સ્ટમ્પ તોડી સમાપ્ત કરી

વિશાખાપટ્ટનમ : ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં પહેલી મેચમાં શાનદાર જીત મેળવી હતી. આ મેચના પાંચમા દિવસે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાની ઘાતક બોલિંગ નાંખતાં એસીએ વીડીસીએ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ધ્રુજાવી દીધા હતા. દક્ષિણ આફ્રિકાની 9મી વિકેટ માટે ડેન પિડ્ટ સેનુરાન મુતુસામીની મોટી ભાગીદારીને સ્ટમ્પ તોડી સમાપ્ત કરી હતી.

શમીએ ઝડપી મહત્વની ત્રણ વિકેટ

શમીએ મેચના આખરી દિવસે લીધેલી પાંચ વિકેટની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને બીજી ઇનિંગમાં 191 રનમાં ઓલ આઉટ કરી 203 રનથી મેચ જીતી લીધી હતી. ફાસ્ટ બોલર શમીએ ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ અને પહેલી ઇનિંગમાં સદી કરનાર કિંટન ડી કોકને આઉટ કરી ભારતને જીતના ઉંબરે પહોંચાડ્યું હતું.

છેલ્લે પણ શમીએ કહેર વર્તાવ્યો

પાછલા ક્રમમાં ડેન પિડ્ટે 107 રનમાં 56 રનની ઇનિંગ રમી હતી. તેણે સેનુરાન મુતુસામી (49) સાથે નવમી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. અહીં પણ શમી ભારત માટે સંકટ મોચક સાબિત થયો હતો અને પિડ્ટને પણ ક્લિન બોલ્ડ કર્યો હતો. પાંચ વિકેટમાંથી શમીએ ચાર તો બોલ્ડ કર્યા હતા.

(5:28 pm IST)