ખેલ-જગત
News of Monday, 7th October 2019

વિમેન્સ બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની સ્વિટી બૂરાનો 5-0 વિજય : સરિતાદેવીનો પરાજય

ભારતની નદિંની દેવી તેનો પહેલો મુકાબલો હારીને બહાર ફેંકાઈ

ઉલાન-ઉદે (રશિયા): રશિયામાં ચાલી રહેલી વિમેન્સ બોક્સિંગની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની સ્વિટી બૂરાએ યુક્રેનની મુન્ખાબતને ૫-૦થી પછાડીને ૭૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં આગેકૂચ કરી હતી. સ્વિટી ભારતની એવી બીજી બોક્સર છે કે, જે વર્લ્ડ ચેમ્પિયનશિપના રાઉન્ડ ઓફ ૧૬માં પ્રવેશી હતી. અગાઉ ભારતની જમુના બોરોએ પણ વિજયી શુભારંભ કર્યો હતો.

ભારતની અનુભવી બોક્સર સરિતા દેવીને રશિયાની નાતાલિયા શાડ્રિના સામે ૦-૫થી હારનો સામનો કરવો પડયો હતો. ચોથો સીડ ધરાવતી સરિતાને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો. જોકે બીજા રાઉન્ડમાં તે રશિયન હરિફ સામે ટકી શકી નહતી. ભારતની નદિંની દેવી ૮૧ કિગ્રા વજન વર્ગમાં તેનો પહેલો મુકાબલો હારીને બહાર ફેંકાઈ હતી. તેને જર્મનીની ઇરિના-નિકોલેટ્ટા ચોન્બેર્ગેરે ૦-૫થી પરાસ્ત કરી હતી.

(12:54 pm IST)