ખેલ-જગત
News of Saturday, 7th September 2019

ભારતના નવા કોચ સામે પહેલો ટેસ્ટ સિરીઝમાં જીત માટેનો પડકાર

નવી દિલ્હી: વિક્રમ રાઠોડ ભારતના નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત થયા છે. અને તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝથી પોતાનો કાર્યકાળ શરૂ કરશે. તે પહેલાં શુક્રવારે તેઓએ કહ્યું કે, વન ડેમાં મિડલ ઓર્ડરનું પ્રદર્શન તેમની મુખ્ય ચિંતા છે. સાઉથ આફ્રિકા સામે 15 સપ્ટેમ્બરથી શરૂ થતી ટી-20 અને ટેસ્ટ સીરિઝ તેમના માટે પહેલો મોટો પડકાર હશે. ઉલ્લેખનીય છે કે, રાઠોડ સંજય બાંગડની જગ્યાએ બેટિંગ કોચ બન્યા છેરાઠોડે બીસીસીઆઈની સત્તાવાર વેબસાઈટ પર કહ્યું કે, વન ડેમાં મિડલ ઓર્ડર એટલું સારું પ્રદર્શન કરી રહ્યો નથી. અને અમારે તેનો એક નિશ્ચિત હલ લાવવો જરૂરી છે. તો ચિંતાનું બીજું કારણ છે, ટેસ્ટ મેચમાં ટોપ બેટ્સમેનોની પાર્ટનરશિપ. અમારી પાસે ઓપ્શન છે અને તેમાં પણ સ્વસ્થ પ્રતિસ્પર્ધા છે. શ્રેયસ ઐય્યર અને મનીષ પાંડે 50 ઓવરની મેચ માટે એક સારો વિકલ્પ છે. શ્રેયસે અંતિમ બે મેચોમાં ખુબ સારું પ્રદર્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાઠોડની નિયુક્તિ સમયે ખુબ વિવાદ થયો હતો. રાઠોડે ભારત માટે 6 ટેસ્ટ અને 7 વન ડે મેચ રમી છે. અને ટીમના ખેલાડીઓ સાથે તેમનો સારો તાલમેલ છે. રાઠોડે કહ્યું કે, હું રવિ શાસ્ત્રી, બી અરુણ અને આર શ્રીધરની સાથે વિરાટ કોહલીની સાથે કામ કરી ચૂક્યો છું. હું બેટ્સમેનોને વ્યક્તિગત રીતે જાણું છું. અગાઉ રાઠોડ પંજાબ અને હિમાચલ પ્રદેશના મુખ્ય કોચ રહી ચૂક્યા છે.

(7:15 pm IST)