ખેલ-જગત
News of Wednesday, 7th August 2019

ભારતીય ક્રિકેટ ટીમ માટે ક્રિકેટ સલાહકાર સમિતિએ સ્‍પષ્‍ટ કહી દીધુ, આ પદ માટે કોઇ વિદેશી કોચની પસંદગી કરવાના પક્ષમાં નથી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની પસંદગી કરવા માટે પ્રશાસકોની સમિતિ (CoA) દ્વારા નિયુક્ત ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) સ્પષ્ટ કરી દીધું છે કે તે પદ માટે કોઈ વિદેશી કોચની પસંદગી કરવાના પક્ષમાં નથી. તેવામાં રવિ શાસ્ત્રીની પુનઃનિયુક્તિ નક્કી મનાઇ રહી છે. સીઓએએ કોચની નિયુક્તિ માટે ત્રણ સભ્યોની સીએસીની નિયુક્તિ કરી છે. જેમાં પૂર્વ કેપ્ટન કપિલ દેવ, અશુંમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી સામેલ છે.

આઈએએનએસ સાથે વાત કરતા સીએસીના એક સભ્યએ કહ્યું કે, શાસ્ત્રીની દેખરેખમાં ટીમ સારૂ કરી રહી છે. તેવામાં તે લગભગ નક્કી છે કે શાસ્ત્રી એકવાર ફરી ત્રણેય ફોર્મેટ માટે કેપ્ટન નિયુક્ત કરાયેલ વિરાટ કોહલીની દેખરેખ વાળી ટીમને કોચિંગ આપશે.

કર્સ્ટનના નામ પર વિચાર કરી શકતા હતા

સીએસી સભ્યએ કહ્યું, 'અમે વિદેશી કોચની નિમણૂકના પક્ષમાં નથી. હા, જો ગૈરી કર્સ્ટન જેવા કોઈ વ્યક્તિએ પદ માટે અરજી કરી શે તો પછી અમે વિચાર કરી શકીએ છીએ. પરંતુ ભારતીય કોચ અમારી હંમેશા પ્રાથમિકતા રહી છે. તેવામાં જ્યારે ભારતીય મુખ્ય કોચની દેખરેખમાં ટીમ સારૂ કરી રહી છે તો પછી ફેરફાર વિશે શું વિચારવું. સ્થિતિમાં તેવી સંભાવના છે કે શાસ્ત્રીને ફરીથી કોચ પદ સોંપવામાં આવી શકે છે.'

એક કારણ પણ છે

બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ હાલમાં પણ કહ્યું કે, શાસ્ત્રીનું કોચ પદ પર બન્યા રહેવું જરૂરી છે કારણ કે અત્યારે ટીમ ફેરફારના સમયમાંથી પસાર થઈ રહી છે.

અંતિમ નિર્ણય સીઓએએ કરવાનો છે

કોચની નિમણૂકના સંબંધમાં અંતિમ નિર્ણય સીઓએએ કરવાનો છે અને વિશે સીઓએ અધ્યક્ષ વિનોદ રાયે પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. રાયે કહ્યું કે, કોચની નિમણૂકના સંબંધમાં બીસીસીઆઈએ કોઈ ભલામણ કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી કારણ કે નિર્ણય પૂર્ણ રીતે સીએસીની સલાહ બાદ લેવામાં આવશે.

ઈન્ટરવ્યૂ માટે તારીખ

બોર્ડે અત્યાર સુધી સીએસીને અરજી કરનાર લોકોના ઈન્ટરવ્યૂની તારીખ જણાવી નથી પરંતુ સંબંધમાં ટૂંક સમયમાં કોઈ સૂચના સીએસીને આપવામાં આવશે. રાયે કહ્યું હતું કે ઈન્ટરવ્યૂ ઓગસ્ટના મધ્યમાં થશે.

(5:22 pm IST)