ખેલ-જગત
News of Wednesday, 7th August 2019

મેં પલ દો પલ કા શાયર હું... ગીત રજૂ કરી સૈનિકોને ખુશ કરી દીધા

ધોનીનો વધુ એક વિડીયો વાયરલ

નવી દિલ્હી : ઈન્ડિયન ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં લેફટનન્ટ કનલ તરીકે જમ્મુ કાશ્મીરમાં દેશની સરહદ પર ફરજ બજાવી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં ધોનીના વિવિધ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તે કયારેક ટેરિટોરિયલ આર્મી સાથે વોલીબોલ રમતો દેખાય છે તો કયારેક પોતાનાં બૂટ પોલિશ કરતો જોવા મળે છે. હાલમાં ધોની નો બીજો એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ફિલ્મ 'કભી કભી'નું ફેમસ ગીત 'મેં પલ દો પલ કા શાયર હું' ગીત ગાતો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં આ ગીત અમિતાભ બચ્ચન પર દર્શાવવામાં આવ્યું હતું. ધોની ૩૦ જુલાઈથી પોતાના રેજિમેન્ટ સાથે રહીને લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવી રહ્યો છે અને તે ૧૫ ઓગસ્ટ સુધી ૧૦૬ ટીએ બટાલિયન (પેરા) સાથે જ રહેવાનો છે, જયાં તે અન્ય સૈનિક ભાઈઓ સાથે પેટ્રોલિંગ, ગાર્ડીંગ જેવી ડ્યુટી નિભાવે છે.

(1:11 pm IST)