ખેલ-જગત
News of Saturday, 7th July 2018

ઇંગ્લેન્ડ 28 વર્ષ પછી FIFA ફુટબોલ વર્લ્ડ કપ ર૦૧૮ની કવાર્ટર ફાઇનલની ત્રીજી મેચમાં સ્‍વીડનને હરાવી સેમિફાઇલનમાં વટભેર પહોંચ્‍યુ

 

ઇંગ્લેન્ડ 28 વર્ષ પછી FIFA ફુટબોલ વર્લ્ડ કપ ર૦૧૮ કવાર્ટર ફાઇનલની સ્‍વીડનને હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી હેરી મેગુએર અને ડેલે 1-1 ગોલ કર્યો હતો. ઈંગ્લેન્ડે બંને ગોલ હેડરથી કર્યા હતા. ઇંગ્લેન્ડ 28 વર્ષ પછી વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચવા સફળ રહ્યું છે. આ પહેલા 1990માં ઈંગ્લેન્ડે ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઈંગ્લેન્ડ હવે સેમિફાઇનલમાં રશિયા અને ક્રોએશિયા સામેના વિજેતા સામે ટકરાશે.

ઈંગ્લેન્ડના ડિફેન્ડર હેરી મેગુએરે એશ્લે યંગના કોર્નર કિક પર 30મી મિનિટે ગોલ ફટકાર્યો હતો. મેગુએરનો આ પ્રથમ આંતરાષ્ટ્રીય ગોલ હતો. આ પહેલા મેચમાં 19મી મિનિટે ઈંગ્લેન્ડે પ્રથમ હુમલો કરતા સ્વિડન પર દબાણ બનાવ્યું હતું. જોકે રહીમ સ્ટર્લિંગના પાસ પર સુકાની હેરી કેન બોક્સની બહારથી બોલને ગોલપોસ્ટમાં પહોંચાડી શક્યો ન હતો. પ્રથમ હાફમાં એકમાત્ર ગોલ ઈંગ્લેન્ડ તરફથી થયો હતો.

સેકન્ડ હાફમાં પણ ઈંગ્લેન્ડે વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. ડેલે અલીએ 59મી મિનિટે ગોલ કરીને ઈંગ્લેન્ડને 2-0થી લીડ અપાવી હતી. આ લીડ મેચના અંત સુધી યથાવત્ રહી હતી.

(12:24 am IST)