ખેલ-જગત
News of Saturday, 7th July 2018

ધોનીની વધુ એક સિદ્ધિ :સચિન અને દ્રવિડની ક્લબમાં થયો સામેલ

નવી દિલ્હી :ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઉતરીને 500 આંતરરાષ્ટ્રય મેચ રમવાની ઉપલબ્ઘી હાંસલ કરી લીધી છે. મહેન્દ્રસિંહ ધોની આ ઉપલબ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર 664 મેચ અને દ્રવિડ 509 મેચ સાથે આ સિધ્ધિ મળવી હતી. ધોનીના  રેકોર્ડમાં 92- ટી20, 90 ટેસ્ટ અને 318 વનડેનો સમાવેશ થાય છે.

(2:08 pm IST)