ખેલ-જગત
News of Thursday, 7th June 2018

ભાજપ ક્રિકેટરોને રાજકીય પીચ પર ઉતારશે : સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડશે અને કપિલદેવને રાજ્યસભામાં મોકલાશે

નવી દિલ્હી :ભાજપ હવે ક્રિકેટરોને રાજકીય પીચ પર ઉતારશે ક્રિકેટના બે મહાન ખેલાડીઓ હવે ભાજપમાં જોડાઈ તેવી શકયતા છે ભારતને વિશ્વકપ જીતાડનાર પૂર્વ સુકાની અને ઓલરાઉન્ડર ખેલાડી કપિલદેવ અને લોર્ડ્ઝના મેદાનમાં શર્ટ કાઢીને વિજયની ખુશી વ્યક્ત કરીને કરોડો ક્રિકેટપ્રેમીઓમાં સ્થાન જમાવનાર સૌરવ ગાંગુલી હવે રાજકીય મેદાનમા ઉતરશે
  સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો ભાજપ કપિલદેવને રાજ્યસભામાં મોકલશે જ્યારે સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડાવશે.ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ શાહની પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથેની મુલાકાત બાદ તેમના રાજ્યસભામાં જવાની અટકળોએ જોર પકડ્યુ છે.

(8:24 pm IST)