ખેલ-જગત
News of Thursday, 7th June 2018

વિરાટ કોહલીને વિશેષ પુરષ્કારથી સન્માનિત કરાશે

બીસીસીઆઈ દ્વારા 12મીએ બેંગલુરુમાં આયોજિત સમારોહમાં કોહલી ઉપરાંત હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાને પણ સન્માનિત કરાશે

મુંબઈ :એકધારી બે સિઝનમાં શાનદાર પ્રદર્શન માટે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સર્વશ્રેષ્ઠ આંતરાષ્ટ્રીય ખેલાડી માટે પોલી ઉમરીગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા 12 જૂને બેંગ્લોરમાં આયોજિત થનાર સમારોહમાં કોહલીને સન્માનિત કરવામાં આવશે. બીસીસીઆઈએ ગુરૂવારે આની જાણકારી આપી હતી.

  બીસીસીઆઈ પુરસ્કાર સમારોહમાં ઘરેલૂ અને આંતરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીને સન્માનિત કરવામાં આવશે. આ સમારોહમાં જ્યાં એક તરફ કોહલીને પુરૂષ વર્ગમાં 2016-17 અને 2017-18 સિઝનના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાને મહિલા વર્ગમાં આંતરાષ્ટ્રીય સ્તર પર 2016-17 અને 2017-18 સિઝનમાં શાનદાર પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવશે.

(8:15 pm IST)