ખેલ-જગત
News of Thursday, 7th June 2018

યૌન શોષણની ફરીયાદ બાદ કોચની ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ કરી હકાલપટ્ટી

 સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ તામીલનાડુના પોતાના એક સેન્ટરના કોચની હકાલપટ્ટી કરી હતી, તે કેમ્પમાં ભાગ લેવા માટે આવનારા જુનિયર ખેલાડીઓના યૌનશોષણમાં દોષી સાબિત થયો હતો. ઓથોરીટીએ આ ઉપરાંત સાવચેતીના પગલારૂપે ટ્રેઇનિંગ સેન્ટરોમાં સુરક્ષાને વધુ મજબુત બનાવવા માટે હેલ્પ લાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તામિલનાડુના ૧૫ જેટલા જુનિયર એથ્લીટ્સે સ્પોર્ટ્સ ઓથોરીટીના હેડ કર્વાટરમાં આ કોચ સામે ફરીયાદ કરી હતી કે કોચ યૌન ઇચ્છાઓ પુરી કરવાની માગણી કરી રહયો છે. આ ઉપરાંત બેંગ્લોરના એક કોચ સેન્ટરમાં પણ એક અકાઉન્ટન્ટને મહિલા કોચને ખરાબ મેસેજ મોકલવાના આરોપમાં ફરજીયાત નિવૃતિ લેવા જણાવાયું હતું.

(12:49 pm IST)