ખેલ-જગત
News of Thursday, 7th June 2018

દિલ્હીના મેડમ ટુસો મ્યુઝિયમમાં મૂકાયુ કોહલીનું સ્ટેચ્યુ

વિરાટ કોહલીનું સ્ટેચ્યુ દિલ્હીના મેડમ ટુસો મ્યુઝિયમમાં અન્ય લોકપ્રિય હસ્તીઓ વચ્ચે મૂકાયુ છે. તેના મીણના પુતળાનું અનાવરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મર્લીન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડિયાના જનરલ મેનેજર અને ડિરેકટર અંશુલ જૈને કહ્યું હતું કે કોહલીના સ્ટેચ્યુના નિર્માણમાં છ મહિનાનો સમય લાગ્યો છે. એને ૨૦ શિલ્પકારોએ મળીને બનાવ્યુ છે જે માટે વિરાટના ૨૦૦ જેટલા માપ લેવામાં આવ્યા હતા.

આ સ્ટેચ્યુનો ફોટો વિરાટને પણ મોકલવામાં આવ્યો હતો. જે જોઈને કોહલીએ કહ્યું હતું કે 'મેડમ ટુસોએ કરેલી મારી પસંદગી જીવનનો એક કયારેય ન ભુલાય એવો અનુભવ છે. મારા સમર્થકોએ દર્શાવેલા પ્રેમ બદલ હું તેમનો આભારી છું.

(12:47 pm IST)