ખેલ-જગત
News of Thursday, 7th June 2018

ગોલ્ડન ગ્લોવ એવોર્ડ કોણ જીતશે તેને લઇ ચર્ચા શરૂ

ક્વિન્ટાના, નુએર, બેકર, કોર્ટિયસ વચ્ચે સ્પર્ધા : ફ્રાન્સના લોરિસ પાસે જોરદાર દેખાવની સ્થાનિક ચાહકોને અપેક્ષા : દરેક મેચમાં ગોલકિપરની નિર્ણાયક ભૂમિકા છે

મોસ્કો,તા. ૭ : ફિફા વર્લ્ડ કપ ફુટબોલમાં આ વખતે કેટલીક બાબતો તમામને વધારે રોમાંચિત કરી રહી છે. આ વખતે ફીફા વર્લ્ડ કપમાં ગોલ્ડન ગ્લોવ એવોર્ડ કોણ જીતી જશે તેની ચર્ચા પણ જોવા મળી રહી છે. ફુટબોલના તમામ રોમાંચ વચ્ચે આ બાબત પર ધ્યાન રહે છે કે ક્યાં ખેલાડી ગોલ કરે છે પરંતુ કોઇ પણ એક ભુલ થઇ જાય તો તમામ દોષનો ટોપલો ગોલકિપર પર આવી જાય છે. આવી સ્થિતીમાં ગોલકિપરને મળનાર ગોલ્ડન ગ્લોવના એવોર્ડની પણ ખાસ જરૂર હોય છે. તેનુ ખુબ મહત્વ રહેલુ છે. આ વખતે ગોલ્ડન ગ્લોવ એવોર્ડ માટે કેટલાક ગોલકિપર દાવેદાર છે. તમામ વચ્ચે સ્પેનના ડેવિડ ડે ક્વિન્ટાના, બ્રાઝિલના એલિસન બેકર, બેલ્જિયમના થિબાઉટ કોર્ટિયસ, જર્મનીના મેન્યુઅલ નુએર, ફ્રાન્સના લોરિસ મુખ્ય દાવેદાર છે. આ પૈકી એક એક ખેલાડી બાજી મારી શકે છે. સ્પેનના ડેવિડની વાત કરવામાં આવે તો તે માનચેસ્ટર યુનાઇટેડમાંથી રહે છે. તે દુનિયાના શ્રેષ્ઠ ગોલકિપર તરીકે છે. તેને બીટ કરવાની બાબત તમામ માટે મુશ્કેલ છે. બ્રાઝિલના બેકરને પણ ધરખમ ગણવામાં આવે છે. તે રોમા તરફથી રમી છે. વર્લ્ડ કપ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ ટીમો પોત પોતાની તૈયારીમાં વ્યસ્ત છે. રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરી પણ રહેશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે. રશિયામાં ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. યુરોપિયન રશિયામાં રહેલા તમામ મેદાનો ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે.  આ વર્લ્ડ કપમાં ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે. ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે. જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં રમવા માટે ક્વાલીફાઈ થયેલા ૩૨ દેશો પૈકી ૨૨ દેશો ૨૦૧૪માં ટુર્નામેન્ટની જુદી જુદી એડિશનમાં રમ્યા હતા. આ વખતે આઈસલેન્ડ અને પનામા પ્રથમ વખત ક્વાલીફાઈ થયા છે. વર્લ્ડકપમાં પહોંચનાર વસતીની દ્રષ્ટિએ આ સૌથી નાનકડા દેશ તરીકે છે. ત્રણ ટુર્નામેન્ટના ગાળા બાદ પરત ફરેલી ટીમમાં ઇજિપ્ત, મોરોક્કો અને પેરુનો સમાવેશ થાય છે. એકબાજુ ઇજિપ્ત ૧૯૯૦ બાદ પ્રથમ વખત ૨૮ વર્ષ પછી વર્લ્ડકપમાં રમનાર છે જ્યારે મોરોક્કો ૧૯૯૮ બાદ પ્રથમ વખત રમશે. પેરુ ૩૬ વર્ષ બાદ પરત ફર્યું છે. ચાર અરબ દેશો ઇજિપ્ત, મોરોક્કો, સાઉદી અરેબિયા વર્લ્ડકપ માટે ક્વાલીફાઈ થયા છે. જે શક્તિશાળી ટીમો ક્વાલીફાઈ થઇ શકી નથી તેમાં ૧૯૫૮ બાદ પ્રથમ વખત ચાર વખતની વિજેતા ટીમ ઇટાલી નિષ્ફળ છે. આવી જ રીતે ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા નેધરલેન્ડને પણ તક મળી નથી. કેમરુન, ચિલી પણ પ્રવેશ કરી શક્યા નથી.ફિફા વર્લ્ડ કપમાં જર્મની, સ્પેન, બ્રાઝિલ અને આર્જેન્ટિના હોટફેવરીટ ટીમ તરીકે રહેલી છે.

ગોલ્ડન ગ્લોવ દાવેદારો

        મોસ્કો, તા. ૭ : ફીફા વર્લ્ડ કપમાં ગોલ્ડન ગ્લોવ એવોર્ડ કોણ જીતી જશે તેની ચર્ચા પણ જોવા મળી રહી છે. ફુટબોલના તમામ રોમાંચ વચ્ચે આ બાબત પર ધ્યાન રહે છે કે ક્યાં ખેલાડી ગોલ કરે છે પરંતુ કોઇ પણ એક ભુલ થઇ જાય તો તમામ દોષનો ટોપલો ગોલકિપર પર આવી જાય છે. ગોલ્ડન ગ્લોવ માટે દાવેદાર નીચે મુજ છે

ડેવિડ ડે ક્વિન્ટાના

નામ ........................................ .ડેવિડ ડે ક્વિન્ટાના

દેશ................................................................ સ્પેન

કઇ ક્લ માટે રમે છે ............... માનચેસ્ટર યુનાઇટેડ

એલિસન બેકર

નામ ............................................. .એલિસન બેકર

દેશ............................................................ બ્રાઝિલ

કઇ ક્લ માટે રમે છે ...................................... રોમા

થિબાઉટ કોર્ટિયસ

નામ ......................................... .થિબાઉટ કોર્ટિયસ

દેશ......................................................... બેલ્જિયમ

કઇ ક્લ માટે રમે છે ..................................... ચેલ્સી

મેનુઅલ નુએર

નામ ............................................. .મેનુઅલ નુએર

દેશ.............................................................. જર્મની

કઇ ક્લ માટે રમે છે ........................ બાયર્ન મ્યુનિક

હ્યુગો લોરિસ

નામ ................................................. .હ્યુગો લોરિસ

દેશ............................................................... ફ્રાન્સ

કઇ ક્લ માટે રમે છે ................... ટોટેનહમ હોટસ્પર

નેસ્ટર ફર્નાન્ડો

નામ .............................................. .નેસ્ટર ફર્નાન્ડો

દેશ.............................................................. ઉરુગ્વે

કઇ ક્લ માટે રમે છે .............................. ગલસાટારે

રૂઇ પૈટ્રિયાસો

નામ ................................................ .રૂઇ પૈટ્રિયાસા

દેશ........................................................... પોર્ટુગલ

કઇ ક્લ માટે રમે છે ......................... સ્પોર્ટિંગ સીપી

(12:43 pm IST)