ખેલ-જગત
News of Thursday, 7th June 2018

ક્રિકેટને અલવિદા કહેવામાં આફ્રિદીએ બનાવ્યો રેકોર્ડ: કેટલીયે વાર લીધી છે નિવૃત્તિ;લોકોને મજાનો વિષય

પાકિસ્તાની સ્પિનર અને ફાંકડા બેટ્સમેન શાહિદ આફ્રિદીએ નિવૃત્તિ લેવા બાબતે અનોખો રેકોર્ડ બનાવ્યો છે તે કેટલીય વાર ક્રિકેટને અલવિદા કહી ચુક્યો છે આફ્રિદીની ચર્ચા ક્રિકેટ સિવાયની બીજી વાતોને લઈને થાય છે. સોશિયલ મીડિયામાં પણ તેમની ઉંમરને લઈને લોકો મજા લેતા રહ્યાં છે.ત્યારે  હાલમાં વિન્ડીઝ વિરૂદ્ધ વર્લ્ડ ઈલેવનની કેપ્ટનસી સંભાળનાર શાહિદ આફ્રિદીએ નિવૃતિ લેવા બાબતે નવો રેકોર્ડ બનાવી દીધો છે. શાહિદ આફ્રિદીની નિવૃત્તિ પણ મજા લેવાનો વિષય બની ગયો છે.

  શાહિદ આફ્રિદી વર્ષ 1996માં લગભગ 17 વર્ષની ઉંમરમાં પોતાની બીજી વનડે શતક ફટકારીને દુનિયાના નજરમાં પોતાને સ્ટાર બનાવી દીધો હતો. તે વખતે તેને શ્રીલંકા વિરૂદ્ધ નેરોબીમાં રમાયેલ મેચમાં 40  બોલમાં 102 રન ફટકારી દીધા હતા. આમાં તેને 11 સિક્સ ફટકારી હતી. ત્યાર પછી આફ્રિદીનું નામ પણ બૂમ-બૂમ આફ્રિદી પડી ગયું પરંતુ તેઓ લોકોની આશાઓ પર ખરો ઉતરી શક્યો નહી અને ક્રિકેટ સિવાયની અન્ય વાતોને લઈને ચર્ચમાં રહ્યો. ઉંમર પછી હવે સંન્યાસ લેવાને લઈને ક્રિકેટ પ્રેમી મજા લઈ રહ્યાં છે.

  આફ્રિદીએ ક્રિકેટ ઈતિહાસમાં કેટલી વખત નિવૃતિ લીધી છે, તેનાથી મોટાભાગના લોકો અજાણ હશે. જોકે આજે અમે તમને જણાવીશું કે, આફ્રિદીએ કેટલી વખત સંન્યાસ લઈને ક્રિકેટમાં વાપસી કરી છે. શાહિદ આફ્રિદી નિવૃત્તિ લેવામાં ઘણી ઉતાવળ કરી નાંખે છે પરંતુ પાછળથી પસ્તાવો થાય છે અને ફરીથી વાપસી કરી લે છે. જોકે, વખતે શાહિદ આફ્રિદીને ઐતિહાસિક રીતે નિવૃતિ લેવાની તક મળી હતી, જેનાથી તે ખુબ ખુશ હતો.

  આફ્રિદીની સંન્યાસ ગાથા :

2006 ટેસ્ટમાંથી નિવૃત્તિ (બે અઠવાડિયા પછી ફરીથી નિર્ણય બદલ્યો)

2010 ટેસ્ટમાંથી નિવૃત્તિ (ફાઈનલ)

2011 બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ (05 મહિના પછી ફરીથી નિર્ણય બદલ્યો

2015 વનડેમાંથી નિવૃત્તિ (ફાઈનલ નિર્ણય)

2018 ટી-20 આંતરાષ્ટ્રીય (ફાઈનલ સંન્યાસ)

આમ શાહિદ આફ્રિદી અત્યાર સુધીમાં 06 વખત ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આથી લોકોએ સોશિયલ મીડિયા પર આફ્રિદીની મજા લીધી હતી. ક્રિકેટ પ્રેમીઓ તો સોશિયલ મીડિયા પર અહી સુધી ચર્ચા કરી રહ્યાં હતા કે, પોતાનો રેકોર્ડ પોતે આફ્રિદી તોડી શકે છે.

(12:15 am IST)