ખેલ-જગત
News of Tuesday, 7th March 2023

અમદાવાદમાં ટીમ ઇન્‍ડિયાનું ઓપરેશન AAJ

કાંગારૂઓને ઘેરવાની તૈયારી

 

આ ઓપરેશનથી ટીમ ઈન્‍ડિયાનો ઈરાદો ઓસ્‍ટ્રેલિયાને ટક્કર મારવાનો એટલે કે તેમને હરાવવાનો હશે. આ ઓપરેશનને પાર પાડવા માટે ટીમ ઈન્‍ડિયા પોતાના ત્રણ ખેલાડીઓ પર દાવ લગાવશે. આ ત્રણ ખેલાડીઓ અક્ષર, અશ્વિન અને જાડેજા છે. એટલા માટે અમે તેને ઓપરેશન ‘AAJ’ નામ આપીએ છીએ, જેમાં A નો અર્થ અક્ષર, બીજો A અશ્વિન અને J માટે જાડેજા છે. તમે વિચારતા હશો કે આ ત્રણ ખેલાડીઓ જ શા માટે? તેનું કારણ પણ અમે તમને જણાવીએ છીએ. આ ત્રણ ખેલાડીઓની પસંદગી અને તેને ઓપરેશન ‘AAJ’ કહેવા પાછળ આ ખેલાડીઓના આંકડા છે.અક્ષરે અમદાવાદમાં બે ટેસ્‍ટ મેચ રમી છે અને આ બે ટેસ્‍ટ મેચમાં તેણે ૯.૩૦ની એવરેજથી ૨૦ વિકેટ ઝડપી છે. આમાંથી, તેણે એક જ ટેસ્‍ટમાં ૧૧ વિકેટ ઝડપી હતી, જેની પ્રથમ ઈનિંગમાં અક્ષરે ૬ વિકેટ લીધી હતી, જયારે બીજી ઈનિંગમાં તેણે ૫ વિકેટ લીધી હતી અને તે મેચનો શ્રેષ્ઠ ખેલાડી પણ હતો. વર્તમાન બોર્ડર-ગાવસ્‍કર ટ્રોફીની પ્રથમ ૩ ટેસ્‍ટમાં અક્ષર પટેલે બેટ વડે ૧૮૫ રન બનાવ્‍યા છે, પરંતુ અત્‍યાર સુધી તેના ખાતામાં બોલ સાથે માત્ર ૧ વિકેટ છે.અશ્વિનની વાત કરીએ તો તેણે અમદાવાદના મેદાન પર ૩ ટેસ્‍ટ મેચ રમી છે અને ૧૮.૮૯ની એવરેજથી ૨૩ વિકેટ લીધી છે. મતલબ અશ્વિનનો જાદુ આ મેદાન પર પણ દ્યણો કામ કરે છે.જયાં સુધી જાડેજાની વાત છે, તે હજુ સુધી આ મેદાન પર ટેસ્‍ટ મેચ રમ્‍યો નથી. પરંતુ આ સિરીઝમાં વિકેટ લેવાના મામલે તે ટોપ પર છે.

જાડેજાએ અત્‍યાર સુધી સિરીઝમાં રમાયેલી ૩ ટેસ્‍ટ મેચમાં ૧૩.૯૦ની એવરેજથી ૨૧ વિકેટ ઝડપી છે. જાડેજાની ડાબા હાથની બોલિંગ ઓસ્‍ટ્રેલિયન બેટ્‍સમેનો માટે કોયડો બની રહી છે.આ ત્રણેય સ્‍પિનરોને અમદાવાદની પીચમાંથી પણ દ્યણી મદદ મળવાની છે. ઈન્‍દોરની જેમ અહીં પહેલા દિવસથી બોલ ટર્ન નહીં થાય, ટીમ ઈન્‍ડિયા ૨૦૧૨થી અહીં હાર્યું નથી અને સ્‍પિનરોનું વર્ચસ્‍વ હોવાથી મેચ ૫ દિવસ સુધી ચાલી શકી નથી. કેપ્‍ટન રોહિત શર્મા પહેલા જ કહી ચુક્‍યા છે કે ટીમની તાકાત ટર્નિંગ ટ્રેક પર રમવાની છે અને ટીમ તેનાથી પાછળ હટવાની નથી

(3:57 pm IST)