ખેલ-જગત
News of Friday, 7th February 2020

ગુગલી સે ડર નહિં લગતા સા'બ, યોર્કર સે ડર લગતા હૈ...

'વિદર્ભ એકસપ્રેસ' તરીકે જાણીતો થયેલો ઉમેશ યાદવે ઝિન્ગ ગેમ ઓનમાં ડાયલોગબાજી કરીને સાથોસાથ સ્વીકાર્યુ પણ ખરૂ કે કેવી રીતે તે બે માર્ક માટે પોલીસ ફોર્સમાં જોડાવાનું ચૂકી ગયો હતો

રાજકોટ : ઉમેશ યાદવને સ્ટેડિયમમાં બોલીંગ કરતો તો બહુ જોઈ લીધો, પણ હવે તેને કેમેરા સામે એકટીંગ કરતો જોવો હોય તો આ વિક-એન્ડમાં સાંજે ૭ વાગ્યે ઝિન્ગના 'ગેમ ઓન' જોવા બેસી જજો. ઉમેશને ક્રિકેટર બનવા કરતાં પણ પોલીસ બનવામાં વધુ રસ હતો અને તે એ માટે ટ્રેઈનીંગ પણ લેતો હતો. જુજ લોકોને ખબર છે કે ઉમેશ માત્ર બે માર્કથી પોલીસ ફોર્સમાં જોઈને થતો રહી ગયો હતો.

એન્કર કરણ વાહી સાથે ઉમેશે પોતાના આ સપનાની વાત તો કરી જ છે, પણ સાથોસાથ તેણે બોલીવૂડના ખ્યાતનામ પોલીસ કેરેકટરના ડાયલોગ્સની મિમિક્રી કરી એકટીંગ કરીને પણ સૌ કોઈને ખડખડાટ હસાવ્યા પણ ખરા અને ટીમ ઈન્ડિયાના કેટલાક પ્લેયરની મિમિક્રી કરીને સૌ કોઇને અચરજ પણ આપ્યુ હતું. મસ્તી, ધમાલ અને મનોરંજન આપતો આ આખો ઈન્ટરવ્યુ બે ભાગમાં આ વીક-એન્ડમાં જોવા મળશે.

(3:31 pm IST)