ખેલ-જગત
News of Tuesday, 7th January 2020

આજે બુમરાહ - ધવન કમાલ બતાવશે

સીરીઝ પર પક્કડ જમાવવા આજની મેચ જીતવી જરૂરી : સાંજે ૭ વાગ્યાથી પ્રસારણ

ઈન્દોર : ઈન્ડિયા - શ્રીલંકા વચ્ચેની પહેલી ટી-૨૦ મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. ત્રણ ટી-૨૦ મેચની સીરીઝમાંની બીજી મેચ આજે ઈન્દોરમાં રમાવાની છે અને આ મેચ જીતીને બંને ટીમ સીરીઝ પર કબ્જો જમાવવાનો પ્રયાસ કરશે. ગુવાહાટીની મેચ વખતે બંને ટીમના કેપ્ટન માત્ર ટોસ કરવા માટે આવ્યા હતા પણ બેટ અને બોલની કમાલ જોવાથી દર્શકો વંચિત રહી ગયા હતા. આજે રમાનારી મેચમાં જશપ્રીત બુમરાહ અને શિખર ધવન કેવી કમાલ કરી બતાવે છે એ જોવાનું રહેશે. ટીમ ઈન્ડિયા પાસે બોલીંગ ડિપાર્ટમેન્ટમાં બુમરાહ સિવાય નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર જેવા પ્લેયરો દ્વારા એકસપીરીમેન્ટ્સ કરવામાં આવશે.

મોહમ્મદ શમી, દીપક ચાહર અને ભુવનેશ્વર કુમારની ગેરહાજરીમાં આ બોલર્સ ડેથ ઓવરમાં બુમરાહ સાથે મળીને કેવું પર્ફોર્મ કરે છે એ જોવું રહ્યુ. બેટીંગ ડિપાર્ટમેન્ટમાં વિરાટ કોહલી, શિખર ધવન, કે.એલ. રાહુલ, રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી પ્લેયરો ટીમને જીત અપાવવા મોટો સ્કોર ઉભો કરવાનો પ્રયાસ કરશે.

ટીમ ઈન્ડિયામાંથી હિટમેન રોહિત શર્મા અને મોહમ્મદ શમીને આ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.

(1:10 pm IST)