News of Tuesday, 6th December 2022
ઉન્નતિ એશિયન બેડમિન્ટનમાં પ્રથમ ભારતીય મેડલ વિજેતા
હરિયાણાના રોહતકની ૧૫ વર્ષની બેડમિન્ટન ખેલાડી ઉન્નતિ હુડા એશિયન જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપના અન્ડર-૧૭ વર્ગમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની છે. રવિવારે તે સિંગલ્સમાં થાઇલેન્ડની સારુનરક વિતિદસાર્ન સામેની ફાઇનલમાં ૧૮-૨૧, ૨૧-૯, ૧૪-૨૧થી હારી ગઇ હતી, પરંતુ ઉન્નતિને સિલ્વર મેડલ જીતીને ભારત માટે ઇતિહાસ રચ્યો છે. તે આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય પણ બની હતી. મેન્સ જુનિયરમાં પણ અર્શ મોહમ્મદ તથા સંસ્કાર સારસ્વતની જોડી ડબલ્સમાં તેમજ અનીશ થોપ્પાની સિંગલ્સમાં ફાઇનલમાં હારી જતા સિલ્વર મેડલ જીત્યા હતા.
(4:42 pm IST)