ખેલ-જગત
News of Friday, 6th December 2019

પ્રથમ ટી-20માં ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય : વેસ્ટ ઈન્ડીઝને હરાવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

વિરાટ કોહલીએ 50 બોલમાં 93 રન ફટકાર્યા : લોકેશ રાહુલે 62 રન કર્યા : ભારતની સતત સાતમી જીત

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી -20 મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ત્રણ મેચની ટી -20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. વિરાટ કોહલીએ 50 બોલમાં 94 અને લોકેશ રાહુલે 62 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની આ સતત સાતમી જીત છે.

    કેએલ રાહુલ અને વિરાટ કોહલીના દમ પર ભારતે વેસ્ટ ઇન્ડીઝ દ્વારા અપાયેલા 208 રનના વિશાળ લક્ષ્‍યાંકને હાંસલ કર્યો હતો. ટી -20 માં ભારત દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલું આ સૌથી મોટું લક્ષ્‍ય હતુ. આ અગાઉ ભારતે શ્રીલંકા સામે 2009 માં 207 રનનો લક્ષ્‍યાંક હાંસલ કર્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 18.4 ઓવરમાં 4 વિકેટે 209 રન બનાવ્યા હતા.

બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલ 62 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ પણ ખૈરી પિયરે ઝડપી હતી.

   શરૂઆતથી જ વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ ફ્લેટ પિચ પર આક્રમક બેટીંગ કરી રહ્યા હતા. એવિન લુઇસે 17 બોલમાં તોફાની 40 રન બનાવ્યા. જ્યારે બ્રેન્ડન કિંગે 31 રનનું યોગદાન આપ્યું હતુ. ત્યારે અન્ય બેટ્સમેન હેટમેયર (56 રન) અને કેપ્ટન કિરોન પોલાર્ડ (37 રન) પણ સંપૂર્ણ રીતે આક્રમક રંગમાં જોવા મળ્યા હતા.

(11:24 pm IST)