ખેલ-જગત
News of Friday, 6th December 2019

ભારતીય પુરુષ અને મહિલા ટીમે ગોલ્ડ મેડલ પર જમાવ્યો હક: પાકિસ્તાનને આપી 2-0થી માત

નવી દિલ્હી: ભારતે 13 મી દક્ષિણ એશિયન ગેમ્સ ટેનિસ સ્પર્ધામાં ક્લિન સ્વીપ વડે પુરૂષો અને મહિલા ટીમોના ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. પુરુષ વિભાગમાં ભારતે પાકિસ્તાનને 2-0થી અને મહિલા વિભાગમાં નેપાળને 3-0થી પરાજિત કર્યું હતું. શ્રીરામ બાલાજીએ મુઝમમિલ મુર્તઝાને 4-6, 6-3, 6-3થી પરાજિત કર્યા જ્યારે સાકેત મીનેનીએ અકિલ ખાનને 6-2,6-2થી પરાજિત કર્યો. પાકિસ્તાનના આઈસમ-ઉલ-હક અને અકીલ ખાને સિંગલ્સની સ્પર્ધા માટે પોતાની ઉર્જા બચાવવા ભારતના વિષ્ણુ વર્ધન અને મનીષ સુરેશકુમાર સામે ડબલ્સ મેચ રમી હતી. ભારતીય ટીમે અગાઉ સેમિફાઇનલમાં યજમાન નેપાળને 3-૦થી હરાવી હતી.મહિલા ટીમે શ્રીલંકાને કોઈ પણ સેટ ગુમાવ્યા વિના હરાવીને ગોલ્ડ જીત્યો હતો. પ્રેરણા બામ્બરીએ અનીકા સેનેવિરત્નેને 6-1, 6-3, સાત્વિકા સમાએ અંજલિકા કુરેરાને 6-4, 6-3 અને સૌર્તિ શિવાનીએ અને અલાના સેનેવિરત્ને અને રુકાશિકા વિજેસુર્યાને 6-૨, 6-1થી પરાજિત કરી. મહિલા ટીમે સેમિફાઇનલમાં પણ નેપાળને 3-૦થી હરાવી હતી.

(5:09 pm IST)