ખેલ-જગત
News of Friday, 6th December 2019

ભારતની જી. એસ. લક્ષ્‍‍મીએ રચ્યો ઇતિહાસ : પુરુષોની વન-ડેમાં રેફરી બનનાર પ્રથમ મહિલા

રેફરીઓની આઇસીસી ઇન્ટરનૅશનલ પૅનલમાં સામેલ થનાર પ્રથમ મહિલા બની

અમદાવાદ : મહિલા ક્રિકેટમાં મૅચ-રેફરી તરીકે ફરજ બજાવનાર ભારતની પૂર્વ મહિલા ખેલાડી જી. એસ. લક્ષ્‍મી રવિવારે સંયુક્ત આરબ અમીરાતમાં વર્લ્ડ કપ લીગ-ટૂની ત્રીજી સિરીઝની શરૂઆતની પુરુષોની વન-ડેમાં રેફરી તરીકે ફરજ બજાવશે. આ સાથે તે પુરુષોની વન-ડેમાં રેફરી બનનાર પ્રથમ મહિલા બનશે.

આ વર્ષમાં લક્ષ્‍મીની આ બીજી મોટી ઉપલબ્ધિ છે. આ પહેલાં મે મહિનામાં લક્ષ્‍મી મૅચ-રેફરીઓની આઇસીસી ઇન્ટરનૅશનલ પૅનલમાં સામેલ થનાર પ્રથમ મહિલા બની હતી.  ૫૧ વર્ષની લક્ષ્‍મીનો સૌપ્રથમ ૨૦૦૮-'૦૯ની સીઝનમાં મહિલાઓની ડોમેસ્ટિક મૅચમાં રેફરી તરીકે નિયુક્તિ થઈ હતી. લક્ષ્‍મીએ અત્યાર સુધી મહિલાઓની ૩ વન-ડે અને સાત ટી૨૦ ઇન્ટરનૅશનલ ઉપરાંત પુરુષોની ૧૬ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચમાં રેફરી રહી ચૂકી છે.

(11:57 am IST)