ખેલ-જગત
News of Thursday, 6th December 2018

ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિશ્વના 100થી વધુ નામી ખેલાડીઓ લેશે ભાગ

નવી દિલ્હી: આગામી ૧૪ જાન્યુઆરીથી વર્ષ ૨૦૧૯ની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનનો પ્રારંભ થશે.આ વખતે ઓસ્ટ્રેલિયન યોપનમાં જોરદાર રસાકસી જામશે કેમ કે પુરૃષ અને મહિલા વિભાગમાં ટોચના તમામ ખેલાડીઓએ ભાગ લેવાની સંમતિ બતાવી છે.૨૦૧૮નો ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન ફેડરર તેનું ટાઈટલ જાળવી રાખવા ઉતરશે અને યોકોવિચ, નડાલ અને મરે જેવા ત્રણેય ચેમ્પિયનના દાવેદાર હરિફો હોઈ ટુર્નામેન્ટ ભારે રોચક બનશે.આયોજકોએ જાહેરાત કરી હતી કે વિશ્વની ટોચની ૧૦૨ અને વિશ્વના ટોચના ૧૦૧ ક્રમાંકિત ખેલાડીઓ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઉતરશે.ફેડરર ઓસ્ટ્રેલિયન ઓપનમાં છ વખત ચેમ્પિયન બની ચૂક્યો છે આવી સિધ્ધિ યોકોવિચ અને રોય એમરસન જ મેળવી શક્યા છે. ફેડરર કે યોકોવિચ બેમાંથી કોઈ ચેમ્પિયન બની શકશે તો સાત ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર સૌ પ્રથમ ખેલાડી બનશે. પોટ્રો, વાવરિન્કા, બર્ડિચ, ઝ્વેરેવ, થીઆમ, એન્ડરસન, નિશિકોરી અને સિલિકની હાજરીથી મેન્સ વિભાગના મુકાબલા રસપ્રદ બનશે.વિમેન્સ વિભાગમાં ૨૦૧૭માં ચેમ્પિયન બન્યા પછી ૨૦૧૮ની ઓસ્ટ્રેલિયન ઓપન સેરેના માતૃત્વ ધારણ કર્યું હોઈ નહતી રમી શકી. તેણે પણ આ વખતે ભાગ લેવાની જાહેરાત કરતા આયોજકો અને ચાહકોએ ખુશી અનુભવી છે. વર્ષ ૨૦૧૮ની ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન વોઝનિઆકીને પણ ટાઈટલ ડિફેન્ડ કરવા માટે પડકાર સર્જાશે. સેરેનાનું લક્ષ્ય ૨૪ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતીને માર્ગારેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરવાનું છે.

(5:05 pm IST)