ખેલ-જગત
News of Thursday, 6th December 2018

સુનિલ છેત્રીની અપીલ ૬૦ હજાર વખત રીટ્વીટ

અમને ગાળો આપો, અમારી ટીકા કરો, પણ ઈન્ડિયન નેશનલ ટીમને રમતી જોવા જરૂર આવો : ૭ હજાર ટિકીટો વેચાઈ'તી

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીએ આ વર્ષે ઈન્ટરકોન્ટીનેન્ટલ કપમાં કેન્યા સામે થનારી મેચ પહેલા એક વિડીયો શેર કરીને ભારતીય સમર્થકોને સ્ટેડિયમને ભરી દેવાની અપીલ કરી હતી. કેપ્ટનની આ અપીલને દેશના લોકોએ માન આપતા એ મેચમાં સ્ટેડિયમ દર્શકોથી છલોછલ હતું. છેત્રીના આ વિડીયોને સૌથી વધુ વખત રીટ્વીટ કરવામાં આવ્યો હતો. છેત્રીની અપીલ બાદ સ્ટેડિયમની તમામ ૭૦૦૦ ટીકીટો વેચાઈ ગઈ હતી. છેત્રીએ આ વિડીયોને પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો. જેને ૬૦,૦૦૦ વખત રીટ્વીટ કરવામાં આવ્યો હતો. રીટ્વીટ ઈન્ડિયાએ આ વાતની જાણકારી આપી હતી. આ વિડીયોમાં છેત્રીએ કહ્યું હતું કે અમને ગાળો આપો, અમારી ટીકા કરો, પરંતુ ઈન્ડિયન નેશનલ ટીમને રમતી જોવા માટે જરૂર આવો, ભારતીય કેપ્ટનની આ અપીલ પહેલા થયેલી મેચમાં માત્ર ૨૫૦૦ દર્શકો જ મેચ જોવા ગયા હતા.(૩૭.૭)

(4:02 pm IST)