અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય મહિલા ટીમ માટે 25 ખેલાડીઓની શોર્ટલિસ્ટ
મુંબઈ: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) આગામી દિવસોમાં 25 ખેલાડીઓને રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમ બનાવવા માટે કેન્દ્રીય કરાર આપશે. બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે 40 ખેલાડીઓનો શિબિર યોજ્યો હતો, જેમાંથી 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જે તેઓ ટૂંક સમયમાં કેન્દ્રિય કરાર આપશે.બોર્ડે કહ્યું કે, 17 ઓક્ટોબરના રોજ યોજાયેલા શિબિર દરમિયાન ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરી હતી અને તેમની ફિટનેસ પર પણ કામ કર્યું હતું.એસીબીએ તાજેતરમાં રહેમતુલ્લાહ કુરેશીને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ની નિમણૂક કરી છે. કુરેશીએ કહ્યું, "અમારું લક્ષ્ય દેશમાં ક્રિકેટ જેવી રમતોને પ્રોત્સાહન આપવાનું છે કારણ કે તે દેશમાં ખુશી લાવે છે અને આપણા દેશવાસીઓને આશા આપે છે."