IPL-૨૦૨૦માં ક્રિસ ગેલ નહીં પરંતુ ટીમ ઇન્ડિયાના ઈશાન કિશને સૌથી વધુ સિકસર ફટકારી છે
દુબઇ, તા.૬: IPLમાં સૌથી વધારે છગ્ગા લગાવવાની વાત આવે ત્યારે ક્રિસ ગેલનું નામ સામે આવે પરંતું આ વખતની સિઝનમાં આ રેકોર્ડ ટૂટી ગયો છે. આઇપીએલની લગભગ બધી જ સિઝનમાં ગેલે જ સૌથી વધારે છગ્ગા લગાવ્યા છે.
અત્યાર સુધી ગેલે ૩૪૯ છગ્ગા લગાવ્યા છે પરંતુ આ વખતે મુંબઇ ઇન્ડિયન્સના ૨૨ વર્ષના ઇશાન કિશને સૌથી વધારે છગ્ગા લગાવ્યા છે અને ગેલને પાછળ છોડી દીધો છે.
આઇપીએલમાં હાલની સિઝનમાં સંજૂ સેમસને સૌથી વધારે છગ્ગાની દોડમાં આગળ ચાલી રહ્યાં હતા, તેમણે ૧૪ મેચમાં ૨૬ છગ્ગા લગાવ્યા છે પરંતુ ઇશાને ગુરુવારે દિલ્હી વિરુદ્ઘ ૩ છગ્ગા લગાવ્યા અને સેમસનનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. હવે ઇશાને ૨૯ છગ્ગા લગાવ્યા અને રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
આઇપીએલની એક સિઝનમાં સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે, વર્ષ ૨૦૧૨માં રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર વિરુદ્ઘ રમતી વખતે ૫૯ છગ્ગા ફટકાર્યા હતા.