ખેલ-જગત
News of Sunday, 6th October 2019

વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ અનેક સિદ્ધીઓનું સાક્ષી બન્યું: દક્ષિણ આફ્રિકા સામે બન્યા ઘણા વર્લ્ડ રેકોર્ડ

મયંક અગ્રવલની બેવડી સદી : રોહિતે બંને ઇનિંગમાં સદી ફટકારી : જાડેજાની 200 વિકેટ અને અશ્વિનની 350 વિકેટ ઉપરાંત રોહિતે સિક્સર ફટકારવાનો પણ રેકોર્ડ સ્થાપ્યો

વિશાખાપટ્ટનમમાં ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ઘણી યાદગાર બની ગઈ છે. બીજી જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચની મેજબાની કરી રહેલા વિશાખાપટ્ટનમના ડૉ.રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ ભારતના ઘણા રેકોર્ડનું સાક્ષી બની ગયુ છે.

મયંક અગ્રવાલની બેવડી સદી ફટકારી, રોહિત શર્માએ બંને ઈનિંગમાં 2 સદી ફટકારી, રવિન્દ્ર જાડેજાનો રેકોર્ડ 200 ટેસ્ટ વિકેટ અને આર.અશ્વિનની 350 ટેસ્ટ વિકેટ પછી હવે આ સ્ટેડિયમની સાથે એક નવો રેકોર્ડ જોડાઈ ગયો છે.

3 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં જ બંને ટીમો દ્વારા સૌથી વધારે 37 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બની ગયો છે. તેમાં રોહિત શર્મા દ્વારા 13 સિક્સર સામેલ છે. રોહિત શર્માએ મેચની પ્રથમ ઈનિંગમાં જ્યાં 6 સિક્સર ફટકારી, ત્યારે તેમને બીજી ઈનિંગમાં પણ 7 સિક્સર ફટકારી હતી.

આ પહેલા એક ટેસ્ટ મેચમાં સૌથી વધારે 35 સિક્સર ફટકારવાનો રેકોર્ડ શારજાહમાં 2014-15માં રમાયેલી પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચના નામે હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રોહિત શર્માએ બંને ઈનિંગમાં મળીને 13 સિક્સર ફટકારી, ત્યારે મયંક અગ્રવાલે 6, રવિન્દ્ર જાડેજા અને ડીન એલ્ગરે 4-4 સિક્સરો ફટકારી હતી

(5:29 pm IST)