ખેલ-જગત
News of Friday, 6th September 2019

ભારતીય દર્શકોની ચીચીયારીઓથી ધ્યાન ભટકાવતા નહિં : આફ્રિકા કોચની સલાહ

સાઉથ આફ્રિકાની ટીમ ભારત આવી રહી છે

પ્રિટોરિયા : સાઉથ આફ્રિકાના કોચ ઇનોક એનકવેએ તેમની ટીમને સલાહ આપી છે કે ઇન્ડિયાની ટૂર દરમ્યાન ત્યાંના ક્રાઉડના અવાજથી તેમનું ધ્યાન ભટકવા નહીં દેવું. વેસ્ટ ઇન્ડીઝની ટૂર બાદ હવે ઇન્ડિયન ટીમ સ્વદેશમાં સાઉથ આફ્રિકા સામે રમશે.

૧૫ સપ્ટેમ્બરથી ધરમશાળામાં ત્રણ સિરીઝની ટીર૦ મેચ શરૂ થઈ રહી છે. આ મેચ પહેલાં તેમના કોચે તેમની ટીમને કહ્યું હતું કે ઇન્ડિયન દર્શકો તેમની ટીમને ખૂબ અગ્રેસિવ રીતે સપોર્ટ કરે છે. તેમના અવાજથી પોતાનું ધ્યાન ગેમ પરથી હટાવવું નહી એવી તેમણે સલાહ આપી છે.

(4:02 pm IST)