ખેલ-જગત
News of Friday, 6th August 2021

મહિલા હોકીમાં દેશ માટે ગૌરવ અપાવનારી દિકરીનો આ છે મહેલ

ઝારખંડના એક નાનકડા ગામમાં સલીમા ટેટે નામની આ હોકી ખેલાડીનું ઘર છે

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક પહેલા આપણામાંથી કેટલા લોકો એવા છે જે ભારતીય મહિલા હોકી ટીમના ખેલાડીઓના નામ જાણતા હતા. પણ આજે આખો દેશ આ ખેલાડીઓના ઉત્સાહ અને જોશને સલામ કરે છે. કારણ કે ભલે ભારતીય મહિલા ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ બનાવાથી ચૂકી ગઈ હોય, પણ આ પહેલી વાર છે જ્યારે દેશની દિકરીઓ આ મુકામ સુધી પહોંચી. અને રહી વાત રમતની તો તેમણે શાનદાર રમત રમ્યા, મજબૂત ઈરાદા સાથે ઉતરેલી ટીમે એક મેડલની આશા જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આખા દેશને ગૌરવાન્વિત પણ કર્યું છે.  જો લોકોએ જ્યારે હોકી પ્લેયર સલીમા ટેટેના ઘરની તસ્વીર જોઈ તો ભાવૂક થઈ ગયા.   ઝારખંડના સિમડેગા જિલ્લાના બડકી છાપર ગામમાં સલીમા ટેટેનું ઘર આવેલું છે. સલીમા ભારતીય મહિલા હોકી ટીમની સભ્ય છે. જે ઓલંપિકમાં ટીમને મેડલ જીતાડવા માટે ખૂબ લડી હતી.

(3:56 pm IST)