વિમ્બલ્ડન : નડાલ અને યોકોવિચની આગેકૂચ
નવી દિલ્હી: વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપમાં સેકન્ડ સીડ ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે કઝાખ્સ્તાનના કુકુશીનને સીધા સેટોમાં ૬-૪, ૬-૩, ૬-૪થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે. જ્યારે યોકોવિચે પણ આર્જેન્ટિનાના ઝેબાલોસ સામે ૬-૧, ૬-૨,૬-૩થી જીત મેળવતા આગેકૂચ કરી હતી. જોકે મેન્સ સિંગલ્સમાં આર્જેન્ટીનાના ગુલીર્મો પેલ્લાએ મેજર અપસેટ સર્જતાં બીજા જ રાઉન્ડમાં ત્રીજો સીડ ધરાવતા ક્રોએશિયાના સિલીકને ૩-૬, ૧-૬, ૬-૪, ૭-૬ (૭-૩), ૭-૫થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. સિલીક વિમ્બલ્ડન અગાઉ ક્વિન્સ પાર્ક ગ્રાસ કોર્ટ ટુર્નામેન્ટ જીત્યો હોવાથી ટાઈટલનો દાવેદાર મનાતો હતો. ઈટાલીના ફાબિયાનોએ પણ સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કા સામે ૭-૬ (૯-૭), ૬-૩, ૭-૬ (૮-૬)ના ભારે સંઘર્ષ બાદ જીત મેળવતા અપસેટ સર્જાયો હતો. જોકે આઠમો સીડ ધરાવતા કેવિન એન્ડરસને ઈટાલીના એન્ડ્રે સેપ્પીને ૬-૩, ૬-૭ (૫-૭), ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના યુવા ખેલાડી કિર્ગીઓસે આગેકૂચ કરતાં નેધરલેન્ડના રોબિન હાસને ૬-૩, ૬-૪, ૬-૭થી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીન એજર ડે મિનારે ૬-૨, ૬-૭ (૮-૧૦), ૭-૫, ૬-૩થી ફ્રાન્સના પોલ હેર્બેર્ટને પરાસ્ત કર્યો હતો. જ્યારે ટીએફોએ ૪-૬, ૬-૩, ૬-૪, ૬-૨ના સંઘર્ષ બાદ ફ્રાન્સના બેનેટેયુને હરાવ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં રશિયાની માકારોવાએ ૬-૪, ૧-૬, ૭-૫થી બીજો સીડ ધરાવતી ડેનમાર્કની વોઝનીઆકીને હરાવી હતી. જ્યારે ટોપ સીડ ધરાવતી રોમાનિયાની સિમોના હાલેપે ચીનની ઝેંગના પડકારનો ૭-૫, ૬-૦થી અંત આણ્યો હતો. જર્મનીની કેર્બેરે અમેરિકાની લુને ૩-૬, ૬-૨, ૬-૪થી પરાસ્ત કરી હતી.