ખેલ-જગત
News of Friday, 6th July 2018

ત્રિકોણીય ટી-20 સિરીઝ: પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 45 રનથી આપી માત

નવી દિલ્હી: શાહીન અફ્રિદીના ત્રણ વિકેટના લીધે પાકિસ્તાને જિમ્બામ્બેમાં ચાલી રહેલ ટી-20 ત્રિકોણીય સિરીઝના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 45 રનથી હરાવીને જીત નોંધાવી છે. પાકિસ્તાને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટ્સમેન ફખર જમાઈ કરિયરમાં સર્વશ્રેષ્ઠ 73 રન 42 બોલમાં બનાવ્યા હતા. પાકિસ્તાને 194 રનનો સ્કોર સાત વિકેટ પર બનાવ્યો હતો.જયારે ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટ પર 149 રન બનાવી શકી હતી.

(5:00 pm IST)