ખેલ-જગત
News of Friday, 6th July 2018

ફિફા વર્લ્ડકપ 2018 : આઠ ટીમો વચ્ચે ક્વાર્ટર ફાઇનલનો મુકાબલો

ફીફા વર્લ્ડકપ 2018નો રોમાંચ તેના અંતિમ તબક્કામાં પહોચી ગયો છે. ફીફા વર્લ્ડકપમાં ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ 6 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે. ફીફા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા માટે 8 ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. જેમાં ફ્રાંસ, ઉરૂગ્વે, બ્રાઝિલ, બેલ્જિયમ, સ્વીડન, ઇંગ્લેન્ડ, રશિયા અને ક્રોએશિયા છે. ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન આ વખતે ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ છે.

(12:30 pm IST)