News of Saturday, 6th June 2020
આઈપીએલ કરતાં પીએસએલનું બોલીંગ લેવલ ઘણું સારૃઃ અક્રમની ડંફાસ
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમનું કહેવું છે કે જે પ્લેયરો ઈન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગમાં રમે છે. તેઓમાંના કેટલાક ફોરેન પ્લેયરોએ મને કહ્યું છે કે પીએસએલનું બોલિંગ- લેવલ આઈપીએલ કરતાં સારૃં છે.
અકરમે કહ્યું કે 'હું પાંચ વર્ષ પીએસએલનો ભાગ રહ્યો છું અને મેં ઘણા વિદેશી પ્લેયરોને આ વચ્ચેના તફાવત પૂછયા છે. ઘણા લોકોએ મને કહ્યું કે બોલિંગ- લેવલ પીએસએલમાં વધારે સારૃં છે. આઈપીએલમાં તમને કોઈ એક એવો બોલર મળી જશે જેને તમે સારો એવો હિટ કરી શકો, પણ વિદેશી રમતવીરોના મતે પાકિસ્તાન સુપર લીગમાં બોલરોની ગુણવત્તા આઈપીએલ કરતાં વધારો સારી છે.'
(2:39 pm IST)