ખેલ-જગત
News of Wednesday, 6th June 2018

વર્ષો સુધી ક્રિકેટ રમ્યા - આખી કારકિર્દી પૂરી થયા સુધીમાં એક પણ છગ્ગો નથી માર્યો આ ૫ ક્રિકેટર્સે!!

મુંબઈ : ક્રિકેટ ચાહકોને વિસ્ફોટક બેટીંગ જોવા મળે છે ટેસ્ટમેચ બાદ વનડે અને હવે આઈપીએલમાં ચોક છગ્ગાનો વરસાદ વરસે છે ક્રિકેટની દુનિયામાં છગ્ગાનો વરસાદ કરનારા ઘણા બેટ્સમેનો છે. ખાસ કરીને ટી૨૦ ફોર્મેટ ચલણમાં આવ્યા બાદ બેટ્સમેનો દરેક બોલને બાઉન્ડ્રી બહાર મોકલવા માટે આતુર રહે છે પણ કેટલાક બેટ્સમેનો એવા છે જેમણે પોતાના આખા કરિયરમાં એકેય સિકસ ફટકારી નથી.

આ બેટ્સમેનોએ એક-બે નહીં પણ ઘણી બધી મેચો રમી છે અને વર્ષો સુધી ક્રિકેટ રમ્યા છે છતા તેઓ એક સિકસ ફટકારી શકયા નથી.એવા પાંચ બેટ્સમેનો વિશે જાણીએ જેમણે કયારેય સિકસ ફટકારી નથી.

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કેલમ ફર્ગ્યુસને ૨૦૦૯માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા માટે કુલ ૩૦ વન-ડે મેચ રમી હતી જેમાં તેણે ૪૦ની એવરેજથી ૬૬૩ રન બનાવ્યા અને પાંચ અડધી સદી ફટકારી પણ આશ્ચર્યની વાત એ રહી કે, તે આ દરમિયાન એકપણ સિકસ ફટકારી શકયો નહીં.

ભારતીય ક્રિકેટમાં મનોજ પ્રભાકર એક જાણીતો ચહેરો છે. ભારતીય ટીમમાં તે એક ઓલરાઉન્ડર તરીકે વર્ષો સુધી રમ્યા. તે મીડિયમ પેસર બોલરની સાથે-સાથે ઓપનિંગ બેટિંગ પણ કરતા હતા. તેમણે કુલ ૧૩૦ વન-ડે મેચની ૯૮ ઈનિંગમાં ૧૮૫૮ રન બનાવ્યા. આ દરમિયાન તેમણે બે સદી અને ૧૧ અર્ધ સદી પણ ફટકારી. જોકે, બેટિંગમાં આટલી તકો મળ્યા પછી પણ તે કયારેય સિકસ ફટકારી શકયા નહીં.

ઈંગ્લેન્ડના ક્રિકેટ ઈતિહાસના મહાનતમ બેટ્સમેનોમાં સ્થાન ધરાવનારા જયોફ્રી બાઙ્ખયકાઙ્ખટના નામે પણ વન-ડેમાં સિકસ ન ફટકારવાનો શરમજનક રેકોર્ડ છે. તેમણે ૩૬ વન-ડે મેચોમાં ૧ હજારથી વધુ રન બનાવ્યા છે પણ કયારેય સિકસર ફટકારી શકયા નથી. શ્રીલંકાના સ્ટાઈલિશ બેટ્સમેન થિલાન સમરવીરાએ ૧૩ વર્ષના કરિયરમાં માત્ર ૫૩ વન-ડે રમી. જોકે, એક સિકસ ફટકારવા માટે તો આટલી વન-ડે પૂરતી હતી પણ તે આ કામ કરી શકયો નહીં.

ઝિમ્બાબ્વેના આ સ્ટાઈલિશ બેટ્સમેનના નામે પણ વન-ડે ક્રિકેટમાં એકપણ સિકસ ન ફટકારવાનો રેકોર્ડ છે. ઈબ્રાહિમે કુલ ૮૨ વન-ડે મેચો રમી, જેમાં તેણે ૧ સેન્ચુરી અને ૪ હાફ સેન્ચુરી ફટકારી પણ સિકસ એકેય નહીં.

(3:50 pm IST)