ખેલ-જગત
News of Saturday, 6th March 2021

વિરાટ કોહલીએ મેચમાં બોલનો સ્‍ટમ્‍પ ઉપર થ્રો કરતા બેલ્‍સ ગાયબ થઇ ગઇઃ વિરાટ કોહલી પંતના પેડસમાં શોધવા લાગ્‍યોઃ વીડિયો વાયરલ

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચાર મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહી છે. ટેસ્ટ મેચ દરમિયાન એક એવો બનાવ બન્યો કે દરેક જણ હસી હસીને બેવડા વળી ગયા. બન્યું એવું કે મેચ દરમિયાન ઈંગ્લેન્ડની ઈનિંગ વખતે વિકેટ ઉપર વિકેટ ઉપરથી બેલ્સ ગાયબ થઈ ગઈ. જેના કારણે થોડીવાર મેચ રોકવી પડી.

પરંતુ ત્યારબાદ એવી વાત જાણવા મળી કે દરેક જણ જાણીને હસી પડશે. કારણ કે બેલ્સ ક્યાંય ગાયબ નહતી થઈ પરંતુ વિકેટકિપર ઋષભ પંતની પાસેથી મળી. ઈંગ્લેન્ડની ઈનિંગની 43મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરના બોલને બેન સ્ટોક્સે મિડવિકેટ તરફ ધકેલ્યો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ બોલને સીધો સ્ટમ્પ ઉપર થ્રો કર્યો. તો બેલ્સ ગાયબ થઈ ગઈ.

આખરે અહીંથી મળી બેલ્સ

ત્યારબાદ ટીમ ઈન્ડિયાના તમામ ક્રિકેટર્સ બેલ્સ શોધવામાં લાગી ગયા. દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી પંતના પેડ્સમાં બેલ્સ શોધવા લાગ્યા. પરંતુ ત્યાંથી મળી. ત્યારબાદ  પંતે પોતાના ગ્લોવ્સમાં શોધ્યું તો બેલ્સ ત્યાં ફસાઈ ગઈ હતી. સોશયિલ મીડિયા પર વીડિયો ખુબ વાયરલ  થઈ રહ્યો છે. જે પણ જોશે તે ચોક્કસપણ હસવું રોકી નહીં શકે.

(5:03 pm IST)