ખેલ-જગત
News of Tuesday, 6th February 2018

એલિટ ટુર્નામેન્ટમાં માનવ ઠક્કર રનર્સઅપ રહ્યો

નવી દિલ્હી:ગુજરાતના આશાસ્પદ આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર આંતરરાષ્ટ્રીય જુનિયર ટેબલ ટેનિસની સિઝનની આખરી અને એલિટ ટુર્નામેન્ટમાં રનર્સઅપ બન્યો હતો. સુરતના માનવ ઠક્કરને ફાઈનલમાં ભારતીય મૂળના અમેરિકન ખેલાડી કનક જ્હાએ હરાવ્યો હતો. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસના જુનિયર બોઇઝ સિંગલ્સના રેન્કિંગમાં નંબર વન બનેલા માનવ ઠક્કરે બેસ્ટ ઓફ સેવન ગેમ્સની ફાઈનલમાં પહેલી અને ત્રીજી ગેમ જીતી લીધી હતી. જોકે કનક જ્હાએ જોરદાર કમબેક કરતાં બીજી ગેમ બાદ ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી ગેમ પોતાના નામે કરતાં ટાઈટલ જીત્યું હતુ. અગાઉ રમાયેલી સેમિ ફાઈનલમાં ત્રીજો સીડ ધરાવતા માનવ ઠક્કરે દસમા ક્રમાંકિત યુસેફ અબ્દેલ- અઝીઝને સીધી ગેમ્સમાં૪-૦થી હરાવ્યો હતો.

(5:12 pm IST)